આકાશ પાતાળ તુ ધર અંબર
નાગ સુરંનર પાય નમે,
ડિગપાલ ડગમ્બર, આઠહી ડુંગર,
સાતહીં સાયર તેણ સમે,
નવનાથ અને નર ચોસઠ નારીએ
હાથ પસારીએ તેમ હરી,
રવરાય રવેચીએ, જગ્ગ પ્રમેસીએ
વક્કળ વેસીએ ઇસવરી
દેવી વક્કળ વેસીએ ઇસવરી
જ્યોતે પ્રલંબા જગદંબા આદ્ય
અંબા ઇશરી,
વદનં ઝળંબા ચંદબંબા તેજ
તંબા તુ ખરી;
હોતે અથાકં બીરહાકં બજે
ડાકં બમ્મણી,
જગમાય પરચો દીઠ જાહેર
રાસ આવડ રમ્મણી
જી.. રાસ આવડ રમ્મણી.