પ્રોણા પાવાનું ગુણ ગાવાનું, ખવરાવાનું ખાવાનું
ઘોડે ચડવાનું મુંછે તાનું, ઘવરાવાનું ઘાવાનું
કૃત શુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી,
વીત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી...૧
કર ધરી તલવારં , કમર કટારં, ધનુકર ધારં ટંકારં,
બંદૂક બહારં, મારં મારં હાહાકારં હોકારં,
નર કઈ નાદારં કરત પુકારં મુખ ઉચારં રામ નથી,
વીત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી…૨
દુષ્કાળ ડરાવે ફાળ પડાવે, મેહ ન આવે મુરજાવે,
એ વખતે આવે ગુનિગુન ગાવે બહુ રિજાવે બિરદાવે,
દાતાર નિભાવે પંડદુ:ખ પાવે, નાં મૂખ આવે દામનથી,
વીત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી...૩
ઉદ્રત નર એવા કરેન શેવા હલકા હેવા જડ જેવા ,
જનમેં દુ:ખ દેવા લાભ ન લેવા, મળે ન મેવા માગેવા,
કહે પિંગલ એવા પાપ કરેવા અંત મરેવા ખૂબ મથી,
વીત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી...૪
NAMARDO NU KAM NATHI Lyrics
January 24, 2025
0