શૈલશૃંગ સમ વિશાલ, જટાજૂટ ચંદ્રભાલ,
ગંગકી તરંગમાલ, વિમલનીર ગાજે.
લોચન ત્રય લાલ લાલ, ચંદન કિ ખોરી ભાલ,
કુમ કુમ સિંદુર ગુલાલ, ભ્રકુટિ વર સાજે.
મુંડન કિ કંટ માલ, વિહ સત હ્રદય ખુશાલ,
સ્ફટિક જાલ રૂદ્રમાલ હર દયાલ રાચે.
બંમ બંમ બંમ ડમરૂ બાજ, નાદ વેદ સ્વર સુ સાજ,
શંકર મહારાજ આજ, તાંડવ નાચે.
જીયે શંકર મહારાજ આજ તાંડવ નાચે. ૦૧
અઇ ઉણ શ્રુલુક એ ઓઇ, એ ઔય તથાય ૐ.
હય વ્રટ લણ લોમ લોમ, રહ વિલોમ છાજે.
અમ ડંણ નમ ઈમજુ ધંઢ્ષુ, જબ ગડ દશુ,
ખફ છઠ થય, ટતવ કપયુ શષ સર હલુ સાજે.
ઇમિ ઇમિ ડિમિ સુત્ર જાલ, ચૌદહ સંખ્યા વિશાલ,
ઔઢ રઢર હર હર હર બ્રહમ વેદ વાંચે.
બંમ બંમ બમ ડમરૂ બાજ, નાદ વેદ સ્વર સુ સાજ,
શંકર મહારાજ આજ, તાંડવ નાચે.
જીયે શંકર મહારાજ આજ તાંડવ નાચે. ૦૨
સનકાદિક સુર સમાજ, પ્રમુદિત મન દેવરાજ.
પાણિનિ મુનિ મન વિભાજ, રિધ્ધિ~સિધ્ધિ દાની.
પ્રથમ વિકસ ૐકાર, વર્ણ સર્વ પુનિ ઉચાર,
અક્ષર સ્વર નિરાકાર, વૈખરી સુબાની.
કુચુ ટુતુયુ નામ ધાર, વર્ગ વર્ગકો પ્રચાર.
બ્રહમકો વિચાર સાર સર્વ માન્ય સાચે.
બંમ બંમ બમ ડમરૂ બાજ, નાદ વેદ સ્વર સુ સાજ,
શંકર મહારાજ આજ, તાંડવ નાચે.
જીયે શંકર મહારાજ આજ તાંડવ નાચે. ૦૩
ધા ધિલાંગ ધા ધિલાંગ, ધિધિ કટ ધિધિ કટ ધિ લાંગ,
બાજત મ્રૃદંગ મધુર, વિષ્ણુ કંમર બાંધે,
સસસ સસસ, ગગગ ગગગ, ગમમ પપપ સગમ પગમ,
ગમ ગસ્મ વિણાંધર નારદ કર શારદ આરાધે.
" ચારણ" અરૂ સિદ્ધ સર્વ, કિન્નર અપ્સર ગંધર્વ,
ધર્મ અર્થ કામ મોક્ષ અ પરોક્ષ યાચે.
બંમ બંમ બમ ડમરૂ બાજ, નાદ વેદ સ્વર સુ સાજ,
શંકર મહારાજ આજ, તાંડવ નાચે.
જીયે શંકર મહારાજ આજ તાંડવ નાચે. ૦૪
ઝંઝક ઝંઝક ઝંઝાક, કિન કિન મંજીર ઉપાજ,
કિટ ધીન કિટ ધીન નગાર ધમંક ધમ ધમાંકે.
છુમંક છુમંક છંમ છમાંક, ઝાલર ઝંમ ઝંમ ઝમાંક,
ઘુંઘર ઘમ ઘમ ઘમાંક ચમંક ચમ ચમાંકે.
કિટતક લક લટકિ લટકિ, ફરકત ગતિ અચકિ અચકિ,
નિરખત સુર ઉચકિ ઉચકિ, લચકિ મચકિ લાચે.
બંમ બંમ બમ ડમરૂ બાજ, નાદ વેદ સ્વર સુ સાજ,
શંકર મહારાજ આજ, તાંડવ નાચે.
જીયે શંકર મહારાજ આજ તાંડવ નાચે. ૦૫
ધુતુતુ ધુતુતુ તુરીય બાજ, તુંહિ તુંહિ તુંહિ કરત ગાજ,
શંખનાદ શૃંગ વાદ્ય, વિવિધ વાદ્ય ઘેરી.
તા તતાંક તા તતાંક, બજત તાલ તંક તતાંક.
થરકંત લરકંત લખાંત, મંદ મંદ ભેરી.
અમરી ગણ સુમન જાલ, બરખત હરખત ખુશાલ,
મુનિજન માનસ વિશાલ અમિત મોદ માંચે.
બંમ બંમ બંમ ડમરૂ બાજ, નાદ વેદ સ્વર સુ સાજ,
શંકર મહારાજ આજ, તાંડવ નાચે.
જીયે શંકર મહારાજ આજ તાંડવ નાચે. ૦૬
ખમકંત ખંજરિ ઉચંગ, બાજંત મુરચંગ ચંગ,
લાજત લખિ મદન અંગ, રાગ રંગ કિને.
મધુર મધુર ધ્વનિ સતાર, સરસત કરતાર તાર,
ઝનકત ઇસરાજ સાજ, અમર સાજ લીને.
અજર અમર શ્રુતિ ઉચાર, દુંદુભિ ધ્વની અતિ અપાર,
બ્રંહમ કો વિચાર સાર સર્વ રૂપ સાચે.
બંમ બંમ બમ ડમરૂ બાજ, નાદ વેદ સ્વર સુ સાજ,
શંકર મહારાજ આજ, તાંડવ નાચે.
જીયે શંકર મહારાજ આજ તાંડવ નાચે. ૦૭
અદભુત અતિ ઘટિત ઘાટ, વિઘટિત સુઘટિત કપાટ.
તાંડવ કો કરત નાટ, જોગીરાટ ભાજે.
જય જય જય જપત દેવ, વંદન પદ મહાદેવ,
*" રામકૃષ્ણ "* કરત સેવ, સાંમ્બ તૂ નવાજે.
અકથ અલખ અતિ અનૂપ, નિરખત સુર નમત ભૂપ.
શંકર હર વિશ્વ રૂપ રૂદ્ર રુપ રાચે.
બમ બમ બમ ડમરૂ બાજ, નાદ વેદ સ્વર સુ સાજ,
શંકર મહારાજ આજ, તાંડવ નાચે.
જીયે શંકર મહારાજ આજ તાંડવ નાચે. ૦૮