Lord shri ram nu sapakhru
બાજે ત્રંબાળા જોરાળા જુથ, હુંકળે કપીદા વાળા.
ચડે સૈન્ય મેધ માળા,બળાકારી સાર.
ભુદરા વડાળા ગાજે, બળાધારી જોમધારી.
અળાપતી લાર્યોદળા, પદમા અઢાર. ૦૧
કરંતા કેસરી નાદ, હાલીયા હુંકાર કરી.
દેશો દેશા ધેરાગઢા, લંકારા દુહાર.
લડેવા ઉઠીયા સામા, લંકેસરા જુથ ભારી.
જોમધારી દળા બંને, આવીયા જોધાર. ૦૨
બાટકેહી સામસામા, લુથ બુથ ગ્રહી બાથા.
બાંકડા સોભીયે જાથા, ભારાથરે બીચ.
ઉનંથા નાથવા કાજે, સમ્રંથા લડેવા આયા.
જંગજીત હથાજાયા, દળા કપી રીત. ૦૩
કુંભકર્ણ મેઘનાથ, ઉઠ્યો રાવણ ક્રોધી.
કરેવા સંગ્રામ આયા, કાળ કોટ.
ભેળી દીધા લોટપોટ , લંકેસરા કોટભારી.
શ્રીનાથ તિહારી કોઈ, નકો જાલે ચોટ. ૦૪
ધમોડા નોબતા બાજે, ભડે સુર જોમ ધારા.
ભણે "આલો" એડા બેડા, જીતણો ભારથ.
જોરસુ અખાડા કરી, વસોડ્યા દૈત્યાં જાડ.
નવાડા પવાડા જીત્યો, અયોધ્યા રો નાથ. ૦૫