Katari Lyrics by maheramanji jadeja
ભલી વેંડારી કટારી, લાંગ! એના દી ફળાકા ભાણ!
સંભારી ક્યારી માંહી હોવ’તે સંગ્રામ.
હેમજરી નીસરી વનારી શાત્રવાંકા હોયા અજાબીઆ માગે થારી દોધારી ઇનામ!
પઢ્ઢી અઢ્ઢી આખરાંકી જમ્મદઢ્ઢી કઢ્ઢા પાર ધ્રસઢ્ઢી શાત્રવાં હૈયે રાખવા ધરમ.
બંબોળી રતમ્માં થકી કંકાળી શી કઢ્ઢી બા’ર હોળી રમી પાદશારી નીસરી હરમ!
આષાઢી બીજલી જાણે ઊતરી શી અણી બેરે, મણિ હીરાકણી જડી નખારે સમ્રાથ;
માળીએ હો મૃગાનેણી બેઠી છત્રશાળી માંય, હેમરે જાળીએ કરી શાહજાદી હાથઃ કરી વાત આખયાત,
અણી ભાત ન થે કણી જરી જાળિયામાં તરી જોવે ઝાંખ ઝાંખઃ
શાત્રવાંકા હિયા બીચ સોંસરી કરી તેં જેસા, ઈસરી નીસરી કે ના તીસરી શી આંખ!